gujarati sugam

29 Apr

Tags: , ,

jhoom barabar jhoom

29 Apr

Tags: , , ,

jaane jaan

29 Apr

फेंके है

11 Sep

अंधेरे में बहुत ही तीर फेंके हैं;

खुदा पर जाने कितने पीर फेंके हैं!

कहा उस से, ‘बुला ले ऐ मेरे आका!’;

मगर वो सांसों की जंझीर फेंके है!

नहीं उठ पायेंगे वो रेहनुमा-ए-फन;

हमीं ने उन पे गालिब-मीर फेंके हैं!

हुआ क्या एक मिसरे पे करम-ए-दाद,

तभी से वो पुरी तफसीर फेंके है!

किसी को मिल गई क्या जन्नतुल फिरदौस?

फलक पर किसने बादल चीर फेंके है?

Tags: , , , , ,

ગીત ગુલાબી,ગઝલ નવાબી

28 Nov

Tags: , , , , , ,

એ પણ હકીકત છે ભલા

6 Sep

છાતીએ બખ્તર હતું, એ પણ હકીકત છે ભલા,

પીઠમાં ખંજર હતું,એ પણ હકીકત છે ભલા.


બે અજાણ્યાં જણ હતાં,ને બે ઘડીમાં ઓગળ્યાં,

કંઈક તો નક્કર હતું,એ પણ હકીકત છે ભલા.


બે ઘડીમાં બે જીવનની વાત પણ માંડી દીધી,

એ બધું અધ્ધર હતું,એ પણ હકીકત છે ભલા.


સૂર્ય ને તો એમ,કે ‘આ રાત શું મારા વિના’?

આભ પણ સધ્ધર હતું,એ પણ હકીકત છે ભલા.


ફૂલ જેવું એક જીવતર કોઇ જણ જીવી ગયું,

આયખું પથ્થર હતું,એ પણ હકીકત છે ભલા.

રંગ રાતો કરે છે

2 Sep

ગઝલ છે સ્વયં એક જાહોજલાલી,મને એ જીવનગાન ગાતો કરે છે,
ગઝલ છે સ્વયં શ્વાસ ધબકાર મારા,ગઝલ રક્તનો રંગ રાતો કરે છે.

કોઈ શબ્દકર્મી,કોઈ શબ્દધર્મી,છે બંને ઉપર શબ્દની મ્હેરબાની,
કોઈ શબ્દ આને કમાતો કરે છે,કોઈ શબ્દ એને જીવાતો કરે છે.

ન જન્નતની કોઈ તમન્ના અમોને,ઈબાદત અહીં ક્યાં કદી આવડી છે!
દુઆ શીખવી છે,પરંતુ ખુદા સાંભળ્યું છે કે અરબીમાં વાતો કરે છે!

મળ્યાં દોસ્ત,ભીનાં થયાં,ઓગળ્યાં કંઇ,ચમકદાર પીળા પ્રવાહીની સંગે,
તબીબી સલાહોની સામે થનારા, બીમારી નથી,પણ દવા તો કરે છે!

વિષયભાન રાખી પધારો સભામાં,ન ‘ફિરદૌસ’ને રંગ દેશો વ્યથાનાં,
હવે વાત માંડો નવી કંઈ મજાની,અહીં તો બધા એ જ વાતો કરે છે.

તા.૧૧ સપ્ટેમ્બર શનિવાર ના રોજ ૫.૩૦ થી ૬.૩૦ કલાકે દુરદર્શન ગિરનાર પરથી ‘કવિ કહે’ મુશાયરાનું પ્રસારણ છે.

Tags: , , ,

myself

21 Jul

હું શમણાઓને ગાળું છું-મિલિંદ ગઢવી

4 Apr

કબર પાથરે છે

27 Feb

હશે એમને કે જીગર પાથરે છે,

પરંતુ ગઝલની કબર પાથરે છે.


નવા ઘાવ ઉપર અગર પાથરે છે,

ને સાવ જ બની બેખબર પાથરે છે.


મળી દાદ એવી સભામાં કે જાણે,

પરાણે હથેળી કદર પાથરે છે.


નથી કોઈ ઘાયલ મરીઝોની દુનિયા,

હ્રદયમાં કોઈ ક્યાં અસર પાથરે છે?


પધારો ગઝલ! આવો આંગણ અમારે,

અહીં ગામ આખું નજર  પાથરે છે.

Follow

Get every new post delivered to your Inbox.