Archive for November, 2008

મને કંઇ ખબર નથી

November 29, 2008

કરતો’તો કોઈ વાત મને કંઇ ખબર નથી,
ક્યારે થયું પ્રભાત મને કંઇ ખબર નથી.
આ તો તમે કહ્યું મને ત્યારે ખબર પડી;
કરતો’તો આપઘાત મને કંઇ ખબર નથી.
હું ભોગવી ચૂક્યો છું મને એ જ ખ્યાલ છે,
ક્યાં ગઈ એ કાયનાત મને કંઇ ખબર નથી.
ચાહું છું એટલું કે તદારુપ થાઉં હું,
મારી છે શી વિસાત મને કંઇ ખબર નથી.
‘નાઝિર’ને છે ખબર [...]

વ્યવસાય છે

November 29, 2008

ચાલતો હરપળ સમય પણ જાય છે;
સૂર્યનો રથ ક્યાં કદી રોકાય છે?
વેદના પણ વસ્ત્ર જેવી હોય છે;
સ્થાન સાથે સ્થિતિ પણ બદલાય છે.
શ્વાસ ચડતા ને ઉતરતા હોય છે;
જિન્દગીનો સૂક્ષ્મ એ વ્યવસાય છે.
એ જ લિખિતંગનો આ પત્ર છે;
સત્ય વાંચ્યું;ક્યાં સહી ઉકલાય છે?
પંથમાં પંથી ઘણાં લે-ભાગુ છે;
“દાન” મનની મોજ પણ લૂંટાય છે.
[...]

વળતર મળે છે

November 29, 2008

ખરું સુખ ક્યાં ક્યાંય હાજર મળે છે?
એને શોધતાં દુખનું વળતર મળે છે.
હવે ગામ આખુંય ઘરમાં મળે છે;
અને ઘરના ઉંબરમાં પાદર મળે છે.
સમાગમ હવે સંતનો બહુ સુલભ છે;
ગલીએ ગલીએ એ હાજર મળે છે.
ગણિત આપણું સાવ ખોટું પડે છે;
દુખી સાત શોધો ને સત્તર મળે છે.
મનુના જ વંશજ છિએ સહુ છતાં પણ;
વિચારોમાં લાખોનું અંતર મળે છે.
[...]

ગઝલના વિષયો પર લખાયેલી ગઝલ

November 25, 2008

ફળિયું-ગલી-નિશાદ-થીજેલી પીળી પળો,
ઓછપ- હવેલી- દ્વાર- અભાવોની સાંકળો.
દિવસો-વિહંગ-નીલ ગગન-પાંખ-ફડફડાટ,
દર્પણ-દિવાલ-બીંબ-નર્યાં ખાલી મ્રુગજળો.
પીંછાં-અજંપો-સાંજ-પ્રતીક્ષા-અવાક્ લય,
ટહુકો-મરણ-હથેળી-રેખા-સ્વપ્ન-વાદળો.
રૂમાલનાં પતંગિયાં-વરસાદનાં સ્મરણ,
ફૂલોના પ્રેમપત્ર ઉપર બાઝી ઝાકળો.
રેતી-વમળ-વહાણ-કિનારાની સ્તબ્ધતા,
લીખીતંગ અટકળોથી લખાયેલાં કાગળો.
–અરુણ દેશાણી

શરારે ઉદાસ હૈં

November 23, 2008

જબ સે હમારી આંખકે તારે ઉદાસ હૈં,
તબસે જહાંકે સારે નઝારે ઉદાસ હૈં.
એક બાર તો બરાએ-કરમ મુસ્કુરાઓ તુમ,
મુદ્દત સે ,દેખો,ચાંદ-સિતારે ઉદાસ હૈં.
અબ ઉનકી ઉદાસી કા ભલા ક્યા કરેં ઈલાજ?
ઈસ ફિક્ર મેં તો પ્યાર કે મારે ઉદાસ હૈં.
છોડા હૈ જબસે તુમને તૂફાનોં સે ખેલના,
મૌજેં ભી હૈં ઉદાસ,કિનારે ઉદાસ હૈં.
હાંસિલ હુઈ ખુશી તો કરો ગમકો યાદ ભી,
કિતને દિનોં [...]

ગઝલ

November 23, 2008

SEENE-ME-JALAN
નમસ્કાર
આજે થોડું સંગીત પણ મૂકું છું.આશા છે કે આપ સૌ ને ગમશે.
બિરેન્દ્ર વર્મા અમદાવાદના બહુ જાણીતા ગઝલગાયક છે.એમની એક ગઝલ એમની અનુમતિ સાથે અહીં લિંક રુપે મૂકું છું.

naazir dekhaiya

November 22, 2008

November 22, 2008

બીજનો નાશ કરીને વૃક્ષ થઈ પધારે છે;
એકને મારીને તું બીજાને જીવાડે છે,
આ તે કઈ રીતનું છે તારું વલણ વિશ્વ તણું?
આથમી એકમાં તું એકમાં પ્રકાશે છે!
-નાઝિર દેખૈયા

November 22, 2008

અણધારી યાતનાઓ સહેવાય શી રીતે?
સાથી વિનાની જિંદગી જીવાય શી રીતે?
થોડું ઘણું જો હોય તો કરીએય દરગુજર,
ફાટી ગયું છે આભ એ સિવાય શી રીતે?
-નાઝિર દેખૈયા

ઉપર નહીં કળાય તો

November 22, 2008

ઉપર નહીં કળાય તો ભીતર ભર્યાં હશે,
મીઠાં જખમથી કંઇકનાં અંતર ભર્યાં હશે.
એને નિહાળવાને મને દેજે આંખડી,
ખાબોચિયામાં જેણે સમંદર ભર્યાં હશે.
કેવાં હશે એ પ્યારથી ભરેલાં માનવી,
અપમાનમાંય જેમનાં આદર ભર્યાં હશે.
જેના હરેક ઇશારે જીવન દોહ્યલાં બને,
આંખોમાં એની કેવાંયે મંતર ભર્યાં હશે.
‘નાઝિર’!પ્રભુને ત્યારે નહીં ગોતવો પડે,
જ્યારે કે માણસાઈથી સૌ ઘર ભર્યાં હશે.