ભરી મહેફિલ વચાળે કેટલો છલકાઈ જાઉં છું;
મુહબ્બત દોસ્તોની, કે પૂરો પીવાઈ જાઉં છું.
મનોબળ આમ તો મારું ઘણું મજબૂત છે સાકી!
ફકત આ જામ જોઇને જરા લલચાઇ જાઉં છું.
સભામાં સાચવી બેસું બરાબર બા-અદબ થઈને;
જરા આ આંખ ફરકે ને તરત પરખાઈ જાઉં છું.
ઠસોઠસ લાગણી રાખી ભરી દિલની પિયાલીમાં;
તમારો હાથ અડકે ને તરત ઢોળાઇ જાઉં છું.
પગરખે ધૂળ લાગી છે ઘણીયે મસ્જિદો કેરી
સમીસાંજે અચાનક આ તરફ ખેંચાઇ જાઉં છું.
શરાબીને શરાબી જો કહો તો શી ખરાબી છે?
પરંતુ આપની શરમે હવે શરમાઈ જાઉ છું.
–ડૉ.ફિરદૌસ દેખૈયા
ડૉ. ફીરદૌસભાઇ,
ખુબ જ સરસ બ્લોગ છે… સુંદર કાર્ય…
સરસ ગઝલ, સરસ કવીતા, સજીવ છાયાને પણ માણી…
ખૂબ ખૂબ અભિનંદન!!!!!!
ગોવીન્દ મારુ
http://govindmaru.wordpress.com/