દિલમાં છૂપા નિવાસ હતા, કોણ માનશે?
સાર્થક બધા પ્રયાસ હતા, કોણ માનશે?
લખવી ગઝલ છે લોહ-ચણા ચાવવા સમું;
બંદા તો અનાયાસ હતા, કોણ માનશે?
કોઈએ છતાંય નહોતો પૂછ્યો કશો સવાલ;
ઉત્તર બધા ખલાસ હતા, કોણ માનશે?
જીવન મહીં જુઓ તો પરીક્ષા ઘણી હતી;
બંદા બધામાં પાસ હતા, કોણ માનશે?
આખા મુશાયરામાં ખડખડાટ એ હસ્યાં;
અંતે બધા ઉદાસ હતા, કોણ માનશે?
બે-ચાર ધડકનો ય વ્યર્થ શોધતા [...]
Archive for December, 2008
કોણ માનશે?
December 30, 2008દોસ્ત!જરા તું કાગળ આપ.
December 27, 2008મહેફિલ કહેતાં બેની વસ્તી,દોસ્ત!જરા તું કાગળ આપ.
લખવી છે મેળાની મસ્તી,દોસ્ત!જરા તું કાગળ આપ
કાગળ કહેતાં સાત સમંદર,દરિયો કહેતાં ભવસાગર;
પાર હવે બંનેની કશ્તી, દોસ્ત!જરા તું કાગળ આપ.
આસન એક લગાવી દઉં,તો જગને એ ય બતાવી દઉં;
આજ કલમ છે કેવી સસ્તી,દોસ્ત!જરા તું કાગળ આપ..
લખાતી નથી
December 22, 2008પરાણે પીધેલી પીવાતી નથી;
પીધામાં જરીકે ગણાતી નથી.
જીવનભર બધાની પૂરે ખોટ જે;
કદી ખોટ એની પુરાતી નથી.
ધસે છે નિહાળીને રત્નો ખરે;
નદી એમ (જ)દરિયે સમાતી નથી.
કોઈ ઈંટ એની હશે આખરી;
ઈમારત અધૂરી મૂકાતી નથી.
જીવન છે વિવિધરંગ ફિરદૌસનું;
ગઝલ પણ મુસલસલ લખાતી નથી.
મારા દેશનો ઝંડો
December 21, 2008મારા દેશનો ઝંડો,ભગવો,લીલ્લો,પાનો રોજ ચડાવે;
પણ ભગવા કપડાં,લીલ્લી કફની મુજને ખૂબ ડરાવે.
અમે એક સમયમાં સંતાકૂકડી,છાપ, લખોટી રમતાં;
અને કાગળિયાના પ્લેન ઉડાડી સપને દુનિયા ફરતાં,
પણ આજકાલનાં બચ્ચાંઓને બંધુક-બંધુક ફાવે.
……………………મારા દેશનો ઝંડો
આ ટોળા,ઝંડા,હલ્લાઓ,આ રક્તપિપાસુ નારા;
મુજ દેશની ગલી-ગલીમાં આ બેફામ રખડતા મારા;
જે હાથ ઉપાડી તલવારો,એ ત્રિરંગો લહેરાવે.
[...]
એક વિચારઃ
December 21, 2008જીવનમાં તમને કોઈ સમસ્યા હોય તો તેનું અર્થઘટન એટલું કે તમારામાં તેને ઉકેલવાની આવડત નથી.
નાઝિર દેખૈયા-
December 20, 2008ડાબે થી નં.૧,૨,૩ નાઝિર,બરબાદ,મુસાફિર,નં.૬-શૂન્ય પાલનપુરીતા.૩૦ જુલાઈ ૧૯૮૫,ગોરેગાંવ,મુંબઈ
નાઝિર દેખૈયા.
December 20, 2008રજૂઆત કરનાર(ડાબેથી નં.૨)મુસાફિર,નં.૩ નાઝિરનં.૪-બેફામ
નાઝિર દેખૈયા
December 20, 2008આ તસ્વીરો મુસાફિર પાલનપુરી સાહેબ તરફથી મળી છે.એમનો ખૂબ ખૂબ આભાર કે આ દુર્લભ તસ્વીરો ફક્ત ટેલિફોનીક વાતથી જ એમણે ઓરિજિનલ કોપીઓ બે જ દિવસમાં મોકલી આપી છે.તસ્વીર માં ડાબેથી નં.૧-બરબાદ જૂનાગઢી,નં.૨ -નાઝિર દેખૈયા અને નં.૬-મુસાફિર નં ૫-શૂન્ય
December 16, 2008
બહાર આયે તો મેરા સલામ કેહ દેના;
મુજે તો આજ તલબ કિયા હૈ સેહરાને,
હુઆ હૈ હુકૂમ કિ “કૈફી” કો સંગસાર કરો,
મસિહ બૈઠે હૈં છૂપ કે કહાં ખુદા જાને.
[...]
અમે બેસૂરા ક્યાં સુધી વાગીએ?
December 16, 2008તમે હળવેથી એક વાર ઝંકારો તાર અમે બેસૂરા ક્યાં સુધી વાગીએ?
તમે ટહુકો ઉછીનો એક આપો રાજલદે!અમે વરસોની જડતાને ત્યાગીએ.
[...]