ધુમાડો

અડાબીડ મસ્તી,કશમકશ ધુમાડો;
તસોતસ ખુમારી,કસોકસ ધુમાડો.

રસલ રક્સ ગેબી,સૂરીલા શબાબો;
રબાબો,શરાબો,ને દિલકશ ધુમાડો.

નિરર્થક પ્રમાણો,ન તાણો,ન વાણો;
જગત સર્વ ઝાંખું,ને તાદ્રશ ધુમાડો.

અનાગત હશે ક્યાં?કથાગત જશે ક્યાં?
વમળ આ ગ્રસે ક્યાં?હજુ બસ ધુમાડો.

તલબગાર આંખો,મદદગાર પાંખો;
ગતિવશ નજર ,ને મતિવશ ધુમાડો.

રઝળપાટ હસ્તી,ને બેફામ કશ્તી;
બચી બે’ક રાતો,ને બે કશ ધુમાડો.

ગજાબ્હાર જીવ્યો,તડામાર જીવ્યો;
લગોલગ ને લગભગ,રહ્યો બસ ધુમાડો.

જીવનભર રહી છે ય એવી બુલંદી;
ન ‘ફિરદૌસ’ બંદી,ન પરવશ ધુમાડો.

 

 

to listen the song pls click this url:

http://www.esnips.com/doc/401af4da-969d-4484-b5fb-db4206fb7dac/dhumaado-a-ghazal

  • listen this in a live performance:

    http://www.esnips.com/doc/95773662-a9c3-4799-af32-e80b6a3cc0e5/FD018DHUM

    11 Comments

    1. 1
      Dharmadev Says:

      Hi Firdausbhai,

      Wonderful. Matured and fantabuous. Keep it on.

      Dharmadev

    2. રઝળપાટ હસ્તી,ને બેફામ કશ્તી;
      બચી બે’ક રાતો,ને બે કશ ધુમાડો.

      wow! kya baat hai!!! sundar!

    3. 3
      dhufari Says:

      જનાબ ફિરદૌસભાઇ
      આપની ગઝલ સર્વાંગ સુંદર છે.દરેક શે’ર શબ્દના તાણા વાણા કબિલે-દાદ છે.
      “નિરર્થક પ્રમાણો,ન તાણો,ન વાણો;
      જગત સર્વ ઝાંખું,ને તાદ્રશ ધુમાડો.” ક્યા ખૂબ કહી
      સલામ,
      પ્રભુલાલ ટાટારીઆ”ધુફારી”

      • 4
        firdoshdekhaiya Says:

        thanks a lot for ur appreciation.your comments are always awaited and are a fuel for me .

    4. 5
      P Shah Says:

      નિરર્થક પ્રમાણો,ન તાણો,ન વાણો;
      જગત સર્વ ઝાંખું,ને તાદ્રશ ધુમાડો.

      ખૂબ જ સુંદર બ્લોગ છે, આપની ગઝલો માણીને આનંદ થયો.

      સર્વની આંખોમાં જોયો ધુમાડો,
      તમારી નજરમાં ન જોયો ધુમાડો
      તમે લખો બસ ગઝલ પર ગઝલ
      દૂર કરવા જગતભરનો ધુમાડો

    5. 7
      Pinki Says:

      રઝળપાટ હસ્તી,ને બેફામ કશ્તી;
      બચી બે’ક રાતો,ને બે કશ ધુમાડો.

      ગજાબ્હાર જીવ્યો,તડામાર જીવ્યો;
      લગોલગ ને લગભગ,રહ્યો બસ ધુમાડો.

      bahut khub ………. !!

    6. 8

      Good composition! Kyaa baat hein!

    7. 9

      નિરર્થક પ્રમાણો,ન તાણો,ન વાણો;
      જગત સર્વ ઝાંખું,ને તાદ્રશ ધુમાડો.

      સુંદર ગઝલ. શબ્દોનું ચયન, ગૂંથણી, અને અંદાજમાં સોરઠી રંગ નજરે ચઢે છે.

    8. તલબગાર આંખો, મદદગાર પાંખો;
      ગતિવશ નજર ને મતિવશ ધુમાડો.

      વાહ … તમે તો નિર્જીવ ધુમાડાને પણ સજીવ બનાવી દીધો. ગાયકી પણ સરસ છે. સુંદર કલમની સાથે સાથે સુંદર સ્વરની ભેટ એટલે સોનામાં સુગંધ.

    9. 11
      sapana Says:

      ગજ બહાર જીવ્યો ખૂબ સરસ ગઝલ….

      આંખોને આંધળોભીત કરતો ધૂમાડો,
      અને રઝળતા ને રસ્તો બતાવતો ધૂમાડો..

      સપના


    RSS Feed for this entry

    Leave a Comment