પ્રવાસી! એ તારા વિચારો ફરે છે,
ન રસ્તા ફરે ના ઉતારો ફરે છે.
મળે ઉન્નતિ-પંથ ઓજસથી એના-
કે જ્યાં ભાગ્ય કેરો સિતારો ફરે છે.
મને વહેમ છે કે મેં શ્રધ્ધા ગુમાવી,
ઘડીએ ઘડી કાં વિચારો ફરે છે?
ખિઝાં છું ને બરબાદ ઉપવન કરું છું,
છતાં મારી પાછળ બહારો ફરે છે.
કર્યાં કેવાં કામણ આ ‘નાઝિર’ની ઊપર,
કે પાગલ બનીને બિચારો ફરે છે!
Archive for the ''નાઝિર'ની ગઝલો' Category
વિચારો ફરે છે
May 24, 2009પરિવર્તન નવાં
May 24, 2009આપને જોનાર પણ ના ઓળખે છે આપને ,
ક્યાં સુધી કરતા રહેશો આ પરિવર્તન નવાં?
આપને આદત પડી ગઈ છે ઝગડવાની સદા,
રોજ હું ક્યાંથી ભલા લાવું કહો દુશ્મન નવાં?
આપના મેળાપમાં તો થઈ ગઈ કાયાપલટ,
ક્યાં સુધી કરતા રહેશો આપ આંદોલન નવાં?
છે મિલન કેરી ખુશાલી કોની મારા સમ કહો,
ગાલ પર જોઈ રહ્યો છું આપના ખંજન નવાં.
હું જરા જુદી [...]
May 24, 2009
દિલરૂબા હોશિયાર હોવી જોઈએ;
આંખમાં તલવાર હોવી જોઈએ.
એક ઘાએ કોઈ ના થાયે ખતમ;
બેઊ બાજુ ધાર હોવી જોઇએ.
‘નાઝિર’વાણી
May 24, 2009તડપે કોઇ જીવનભર એવા ન બાણ થાજો!
ઘાવો સહીને પોતે લોહીલુહાણ થાજો !
સાચાં વચન વદી ના કોઇની હાણ થાજો,
ને જીવ કો’બચે તો સતથી અજાણ થાજો.
બે શબ્દથી તમારા શાતા વળે કોઇને,
થાજો ન હાણ કો’ની કિન્તુ સુવાણ થાજો!
એવી રીતે જગતમાં હસતા રહો સદાયે,
ના દર્દની તમારા કોઈને જાણ થાજો!
આદમ હું જ છું
May 24, 2009અંત ને આદિ મહીં રહેવાનો કાયમ હું જ છું;
છે છુપાવ્યો ભેદ પરદામાં એ મોઘમ હું જ છું,
મારી હસ્તીનો તમે શું તાગ લેવાના ભલા!
જેને વંદયા’તા ફરિશ્તાઓએ આદમ હું જ છું.
-નાઝિર દેખૈયા
ચહે છે
May 24, 2009અંતર ભીનું આગ ચહે છે,
શ્રાવણ જાણે ફાગ ચહે છે.
ભિક્ષા-પાતર નાનું તોયે-
લેવા તારો તાગ ચહે છે !
મૃત્યુ પણ કેવું છે કપટી!
અંતરિયાળા લાગ ચહે છે!
સમજાવું શી રીત હૃદયને-
રમવા કાળા નાગ ચહે છે!
પાગલ છે પરવાના ‘નાઝિર’!
આગ તણો અનુરાગ ચહે છે!
ઝેર લાગે છે
May 24, 2009હજી પણ આપને મારા તરફ કંઇ વેર લાગે છે;
અમી છે આંખમાં કિન્તુ હ્રદયમાં ઝેર લાગે છે;
એ સાબિત થાય છે કે વાત દિલ ખોલી નથી કરતા;
નહીં તો કેમ વાતેવાતમાં આ ફેર લાગે છે!
ઊંડાણમાં
May 24, 2009તારો છે વસવાટ મારી જાણમાં,
કોણ ઉતરે આટલા ઊંડાણમાં!
તું નથી કોઇ જગા પર તો પછી-
કોણ ધબકે છે આ મારા પ્રાણમાં?
દર્દ-ગમ,આહો-રુદનને વેદના,
કેટલાની મુક્તિ છે મુજ હાણમાં!
છે ધગશ તુજને મને મળવા તણી,
તું જ તાણે છે મને આ તાણમાં.
કોઇનુંયે કોઇ સાંભળતું નથી,
સર્વ બહેરા થઇ ગયાં બૂમરાણમાં.
જીવની માયા હતી ‘નાઝિર’ બધી,
નામ પણ ભૂલી ગયા મોકાણમાં.
જોઇ લો ‘નાઝિર’ની આકૃતિ તમે,
એક છે [...]
ખર્ચાઈ ગયેલો માણસ છું.
May 24, 2009માણસ વચ્ચે માણસ થઈ પંકાઈ ગયેલો માણસ છું .
વહેચણ વચ્ચે વહેચણ થઈ વહેચાઈ ગયેલો માણસ છું.
એ જ અમારું યૌવન છે ભીનાશ તમારા આંગણની,
વાદળની ઝરમર થઈ પથરાઈ ગયેલો માણસ છું.
દર્દોને રાહત છે તો ઉપચાર જરુરી કોઈ નથી,
દુનિયાના ઝખમો જીરવી રુઝાઈ ગયેલો માણસ છું.
યત્ન કરો જો મનાવવાના તરત જ માની જઉં
અમથો અમથો આદતવશ રીસાઈ ગયેલો માણસ છું.
“નાઝીર” [...]
મને કંઇ ખબર નથી
November 29, 2008કરતો’તો કોઈ વાત મને કંઇ ખબર નથી,
ક્યારે થયું પ્રભાત મને કંઇ ખબર નથી.
આ તો તમે કહ્યું મને ત્યારે ખબર પડી;
કરતો’તો આપઘાત મને કંઇ ખબર નથી.
હું ભોગવી ચૂક્યો છું મને એ જ ખ્યાલ છે,
ક્યાં ગઈ એ કાયનાત મને કંઇ ખબર નથી.
ચાહું છું એટલું કે તદારુપ થાઉં હું,
મારી છે શી વિસાત મને કંઇ ખબર નથી.
‘નાઝિર’ને છે ખબર [...]