Archive for the 'મને ગમતી અન્ય કવિની રચનાઓ' Category

છૂંદણાંનો મોર કરી રાખું

November 12, 2009

આવો તો સાજણ,છૂંદણાંનો મોર કરી રાખું.
જીવતરના વગડામાં આવી મળો જો તમે-
શબરીનાં બોર જેમ ચાખું.
…છૂંદણાંનો મોર કરી રાખું.
આવો તો સાજણ,
સમદરની છોળ્ય જેમ ભળીએ;
આવો તો સાજણ,
અવની ને આભ જેમ મળીએ-
એકાદું વેણ-શેણ પાળવાનું હોય તો
આયખાની હોડ બકી નાખું.
…છૂંદણાંનો મોર કરી રાખું.
આવો તો સાજણ,
પૂનમનું પાનેતર ઓઢું,
આવો તો સાજણ,
ચંદરથી રૂપ કરું દોઢું;
વાવડિયા મોકલો જો આવવાની દશ્યુંના [...]

અહાલેક ગઝલ

January 14, 2009

શબ્દ ગાંજો હોય તો ગંજેરી થાવું પણ ગમે!
અર્થ ધરબેલી ચલમની ફૂંકનું વળગણ ગમે!
એક ચપટી રાખમાં કુબેરનું સામ્રાજ્ય હોય ;
તોય મનને તપ-તલપનું આગવું ભારણ ગમે!
ભીતરે ધખના અખંડિત,કોઇની પરવા વગર;
એક ધૂણે ધખધખેલી આગનું કારણ ગમે!
બસ, ગુફામાં ગેબી કોઇ નાદ પડઘાયા કરે;
રાગ ને વૈરાગનું અકબંધ એક સગપણ ગમે!
વાણીથી બ્રમ્હાંડ બાંધ્યું ;તોળ્યું તલનાં ત્રાજવે;
મસ્ત મૌજીલા અચલ અહાલેકની સમજણ ગમે!
‘દાન’ [...]

December 16, 2008

બહાર આયે તો મેરા સલામ કેહ દેના;
મુજે તો આજ તલબ કિયા હૈ સેહરાને,
હુઆ હૈ હુકૂમ કિ “કૈફી” કો સંગસાર કરો,
મસિહ બૈઠે હૈં છૂપ કે કહાં ખુદા જાને.
[...]

ઘણું કહેશે

December 3, 2008

અહમ ત્યાગી જુઓ તો આંખનું દર્પણ ઘણું કહેશે!
વિકલ્પોમાં સજી રાખેલ સૌ વળગણ ઘણું કહેશે!
પ્રણયની વાત છેડી છે,કથાનો ક્યાં સમય પણ છે;
નદી યમુના,વૃંદાવન,વાંસળી ને ધણ ઘણું કહેશે.
હવે મીરાં અને મેવાડ અળગા થાય તોયે શું?
તૂટેલાં તાર,મંજીરા,ધધખતું રણ ઘણું કહેશે.
અમે તો આજ કોલાહલ વચાળે મૌન થઈ બેઠાં;
અખંડાનંદ જેવા ધ્યાનનું સગપણ ઘણું કહેશે.
સભામાં શાંતિ પ્રસરી ગઈ ચબરખી ‘દાન’ની મળતાં;
અલૌકિક [...]

ગઝલ

December 3, 2008

ન મેરે ખૂન પે લિક્ખી થી,ન વો ખંજર પે લિક્ખી થી;
સઝા સચ બોલને કી તો મેરે હી સર પે લિક્ખી થી.
મેરી જિસ રાત કો સબ પઢ રહે થે મેરે ચેહરે સે,
ઇબારત ઉસકે તન્હા દર્દ કી બિસ્તર પે લિક્ખી થી.
ઉસે ના વક્ત કહ પાયા,ન સુન પાયા ઝમાના ભી,
કહાની જો બડી મુશ્કિલ સે મૈને ઘર પે લિક્ખી [...]

આતંકવાદ પરઃ

December 3, 2008

ઝબાં પર લગામેં લગા લો અઝીઝોં;
બુરા લફ્ઝ તુમ ના નિકાલો અઝીઝોં.
અગર ચાહતે હો અમન હી રહે તો;
મુહબ્બત કી બુનિયાદ ડાલો અઝીઝોં.
સિતમ કો મિટા કર,સિતમગર કો અબ તુમ
મુહબ્બત કે સાંચે મેં ઢાલો અઝીઝોં.
ચમન હી ચમન ઇસ નગર કો બના લો;
નગર સે અગન કો નિકાલો અઝીઝોં.
રહે બેફિકર હર કોઇ ,જિસમેં ઇન્સાં;
નગર અપના ઐસા બના લો અઝીઝોં.
બહુત [...]

વ્યવસાય છે

November 29, 2008

ચાલતો હરપળ સમય પણ જાય છે;
સૂર્યનો રથ ક્યાં કદી રોકાય છે?
વેદના પણ વસ્ત્ર જેવી હોય છે;
સ્થાન સાથે સ્થિતિ પણ બદલાય છે.
શ્વાસ ચડતા ને ઉતરતા હોય છે;
જિન્દગીનો સૂક્ષ્મ એ વ્યવસાય છે.
એ જ લિખિતંગનો આ પત્ર છે;
સત્ય વાંચ્યું;ક્યાં સહી ઉકલાય છે?
પંથમાં પંથી ઘણાં લે-ભાગુ છે;
“દાન” મનની મોજ પણ લૂંટાય છે.
[...]

વળતર મળે છે

November 29, 2008

ખરું સુખ ક્યાં ક્યાંય હાજર મળે છે?
એને શોધતાં દુખનું વળતર મળે છે.
હવે ગામ આખુંય ઘરમાં મળે છે;
અને ઘરના ઉંબરમાં પાદર મળે છે.
સમાગમ હવે સંતનો બહુ સુલભ છે;
ગલીએ ગલીએ એ હાજર મળે છે.
ગણિત આપણું સાવ ખોટું પડે છે;
દુખી સાત શોધો ને સત્તર મળે છે.
મનુના જ વંશજ છિએ સહુ છતાં પણ;
વિચારોમાં લાખોનું અંતર મળે છે.
[...]

ગઝલના વિષયો પર લખાયેલી ગઝલ

November 25, 2008

ફળિયું-ગલી-નિશાદ-થીજેલી પીળી પળો,
ઓછપ- હવેલી- દ્વાર- અભાવોની સાંકળો.
દિવસો-વિહંગ-નીલ ગગન-પાંખ-ફડફડાટ,
દર્પણ-દિવાલ-બીંબ-નર્યાં ખાલી મ્રુગજળો.
પીંછાં-અજંપો-સાંજ-પ્રતીક્ષા-અવાક્ લય,
ટહુકો-મરણ-હથેળી-રેખા-સ્વપ્ન-વાદળો.
રૂમાલનાં પતંગિયાં-વરસાદનાં સ્મરણ,
ફૂલોના પ્રેમપત્ર ઉપર બાઝી ઝાકળો.
રેતી-વમળ-વહાણ-કિનારાની સ્તબ્ધતા,
લીખીતંગ અટકળોથી લખાયેલાં કાગળો.
–અરુણ દેશાણી

લઈને આવ મા

November 19, 2008

વાત માંડી છે હજુ, અંજામ લઈને આવ મા,
જીતવા તો દે મને, ઈનામ લઈને આવ મા;
આ નગરની હર ગલી શોખીન સન્નાટાની છે,
શબ્દને તું આમ ખુલ્લેઆમ લઈને આવ મા;
ક્યાંય સુકાયા નથી કોઈ આંખના દરિયા હજુ,
હોઠ પર “શ્રી રામ” કે “ઈસ્લામ” લઈને આવ મા;
જીન્દગી આખી વીતાવી ભૂલવામાં જેમને,
એમની તસ્વીર, એનું નામ લઈને આવ મા;
હું હળાહળ ઝેરને પીવા મથું [...]