નામ વત્તા શ્વાસ વત્તા જિંદગાની એટલે સાકાર થૈ ગ્યો એક જણ;
જીવ નાનો ને ઈરાદા આસમાની એટલે પુરવાર થૈ ગ્યો એક જણ.
દેહ સુક્કો,સાવ લુખ્ખો,હડબડીને હાંફતો ને હાંફતાં યે જીવ ખાતર
જોતરીને જાતને આ હોડમાં યે હાંસિયાથી બહાર થૈ ગ્યો એક જણ.
વાંસળીનાં ધણ ધડાધડ આથડે,ટહુકા નડે,લથબથ પડે ને સાંભળી
નિર્નાદ એનો એક રાધા જેમ ત્યારે એક નો બે-ચાર થૈ [...]
Archive for the 'મારી રચનાઓ' Category
એક જણ
December 2, 2009વારી ગયા
November 19, 2009તમારા પ્રેમની ચોપાટમાં લો,ચાંદ પણ હારી ગયા;
ને જાત કોરાણે મુકી આખી ય પરબારી ગયા.
હજારો સૂર્ય ઓગાળી બનાવ્યો એક પડછાયો,
અને એ એટલો નક્કર થયો,કે જાત પર વારી ગયા.
તમારા એક હિસ્સાની હજુયે સાંજ રાખી છે;
અને હમણાં જ ઠંડાગાર હાથો તાપણું ઠારી ગયા.
હથેળીમાં ઘણાં બરછટપણાનાં વન ઉગાડ્યાં છે;
સમયનાં દોરડાં સાલ્લાં છતાં આબાદ પડકારી ગયા.
હજુ ’ફિરદૌસ’!આજે પણ નથી છાંડી [...]
gori tera gaon bada pyara-a song from yesudas show
November 12, 2009ગત તા.૧૧મી નવેમ્બર ૨૦૦૯ ના રોજ ભાવનગરના યશવંતરાય નાટ્યગ્રૂહ માં યોજાયેલ કાર્યક્રમ ’મધુબન ખુશ્બુ દેતા હૈ’ નો આ એક અંશ છે.આશા છે આપને પસંદ પડશે.ગાયક ડો.દેખૈયા,અને સંચાલક ડો.નિમિત ઓઝા
સવાલો હોય છે
November 11, 2009‘સરખી જ સૌની છે સુરા,સરખો જ પ્યાલો હોય છે’;
કેવા નશામાં દોસ્તના યે ઉચ્ચ ખ્યાલો હોય છે!
ઊંચો થઈને એમના મોટા ગજાની પાર જો,
એ એકની પાછળ ઘણાયે પાયમાલો હોય છે.
એ ક્યારનો ઊભો અહીં,દેવું જ હો,દે સત્વરે,
એ આદમીની આંખમાં અઢળક સવાલો હોય છે.
સ્વર્ગીય છે વરદાન,પણ દુનિયા મહીં શું ભોગવું?
આપી ગઝલ,ને એ છતાં કેવી બબાલો હોય છે!
છોડો,નહીં આવી શકે [...]
તબીબોની કોન્ફરન્સ
November 10, 2009તબીબોની બેઠક મળી છે ને આજે ખરેખરનો મુદ્દો ઉપસ્થિત થયો છે,
વગર દિલના માણસનું વર્ગીકરણ શું?અને એમ કહેવું કે ગુજરી ગયો છે?
ગણો રોગ એને તો કારણ શું એનું?જો કારણ મળે તો નિવારણ શું એનું?
કયા લક્ષણોથી નિદાન એનું કરવું?અને કેટલો રોગ પ્રસરી રહ્યો છે?
વગર દિલના માણસની સાબિતી શું છે?વગર દિલના માણસની માહિતી શું છે?
કોઈ સંશોધનમાં છે ઉલ્લેખ [...]
પ્રકરણ જોઈએ
October 25, 2009જીંદગીમાં કો’ક વળગણ જોઈએ;
સાવ સાદું એક પ્રકરણ જોઈએ.
છે મજાની મસ્ત ચાલે જીંદગી,
એટલા માટે પળોજણ જોઈએ.
બેઉની દ્રષ્ટિ ખરેખર એક હો,
બેઉ પાસે એક સમજણ જોઈએ.
રક્તમાં પૂરેપુરૂં વ્યાપી રહે;
સ્વસ્થ એવું એક સગપણ જોઈએ.
એમ આ દુનિયા મહીં ખ્યાતિ રહે,
આપ વિષે કંઈક ચણભણ જોઈએ.
સાવ ધોળા ધફ્ફ ભાંગે દીવસો,
રંગવાને એક ફાગણ જોઈએ.
કેટલી ઈશ્વર વિશે ચર્ચા હતી;
એ બધીનું એક તારણ જોઈએ.
કેમ પ્રેમીની [...]
ભાવનગર
September 13, 2009તીખા બટેટાઓ,ભૂંગળા,ને ભજિયા,
હીરાને હોંકારે ભાણાંઓ તજિયા.
ગાયોએ ગાંડાને ગાંઠિયો ખવરાવ્યો;
લીંબુની સોડાનો પ્યાલો પધરાવ્યો.
આખી ગંડેરિયું ને પાંત્રિશિયા માવા,
મોટી મોટી દેરિયું ને મોંઘેરા બાવા.
રૂડા ગધેડિયામાં બેટ-દડો રમતા,
દિવસે તો ઠીક ભાઈ,રાતે ય ન ખમતા.
બરકો,તો હોંકારો દેશે આખું ગામ,
બરકો,તો તનમનથી આવીશું કામ;
આવું છે ભાઈ,મારું ભાવનગર ગામ.
-ડૉ.ફિરદૌસ દેખૈયા
રાખ મા
August 21, 2009કોઇની નબળી ક્ષણોમાં હાથ ઉપર રાખ મા;
ને અવરની મે’રબાની છેક અંદર રાખ મા.
પ્રેમપત્રો ના ઉડે ખુલ્લી હવામાં તે સબબ-
રાખવાને ફૂલદાની રાખ,પથ્થર રાખ મા.
સંકડાશોના સમયમાં કેટલી જગ્યા મળે?
હાથમાં આવી જતે,હૈયું સમંદર રાખ મા.
પ્રેમની પ્રશ્નાવલિમાં હોય ક્યાં બીજો વિકલ્પ?
એક ઉત્તર હોય છે,બે-ચાર ઉત્તર રાખ મા.
વાત-વાતે જે દીધા રાખે કસમ દોસ્તી તણી,
દોસ્ત!તું પણ દુશ્મનો આવા ભયંકર રાખ મા.
આટલું [...]
ગમતા નથી
August 13, 2009હા!ખુદા વિણ તો અમો કોઈ કને નમતા નથી,
એ ગજાને આંબવાની કોઈની ક્ષમતા નથી.
કોઈને ધિક્કારવાનો છે નહીં મારો સ્વભાવ;
હા!કહ્યું’તું એટલું કે એ મને ગમતા નથી.
ફાંકડી પ્રસ્તાવના ને પૃષ્ઠ સુંદર છે ઘણાં;
છે કમી તો એટલી,કે શેર મનગમતા નથી.
દોસ્ત!તું એવો ગયો-મહેફિલ ગઈ,મસ્તી ગઈ;
મજલિસોમાં ચાંદ પહેલાં જેમ આથમતા નથી.
જિંદગીમાં એમના યે છે ઘણા ઉપકાર,પણ-
દોસ્ત કંઇ ‘ફિરદૌસ’! નબળી બાજીઓ રમતા નથી.
[...]
ધુમાડો
May 15, 2009અડાબીડ મસ્તી,કશમકશ ધુમાડો;
તસોતસ ખુમારી,કસોકસ ધુમાડો.
રસલ રક્સ ગેબી,સૂરીલા શબાબો;
રબાબો,શરાબો,ને દિલકશ ધુમાડો.
નિરર્થક પ્રમાણો,ન તાણો,ન વાણો;
જગત સર્વ ઝાંખું,ને તાદ્રશ ધુમાડો.
અનાગત હશે ક્યાં?કથાગત જશે ક્યાં?
વમળ આ ગ્રસે ક્યાં?હજુ બસ ધુમાડો.
તલબગાર આંખો,મદદગાર પાંખો;
ગતિવશ નજર ,ને મતિવશ ધુમાડો.
રઝળપાટ હસ્તી,ને બેફામ કશ્તી;
બચી બે’ક રાતો,ને બે કશ ધુમાડો.
ગજાબ્હાર જીવ્યો,તડામાર જીવ્યો;
લગોલગ ને લગભગ,રહ્યો બસ ધુમાડો.
જીવનભર રહી છે ય એવી બુલંદી;
ન ‘ફિરદૌસ’ બંદી,ન પરવશ ધુમાડો.
to [...]