ખુલ્લી કિતાબ છું

 

IMG-20180109-WA0046

હું છું સવાલ સહેલો ને અઘરો જવાબ છું ;
ને હું સમય ના હાથની ખુલ્લી કિતાબ છું.

મારી તો કેફિયત છે બસ એકાદ વાક્યની,
આદમની ભૂલનો રજેરજનો હિસાબ છું.

પામી શકે તો પામ મને શુદ્ધ ભાવથી,
ફૂલોની મ્હેક છું અને જૂનો શરાબ છું.

આપ્યું છે કેટલું એ કશું યાદ તો નથી;
આ પ્રેમના વિષયમાં ઘણો બેહિસાબ છું.

એક યારની ગલી, બીજી પરવરદિગારની,
ના ત્યાં સફળ હતો, ન અહીં કામિયાબ છું.

-ફિરદૌસ દેખૈયા

Advertisements
Posted in મારી રચનાઓ | Tagged , , , | 2 Comments

ગઝલ- આવે તો?

IMG-20180109-WA0046

મારા જેવો જવાબ આવે તો ?
એ તરફથી ગુલાબ આવે તો ?

‘શું તમે પણ મને ય ચાહો છો?’
પ્રશ્ન એ લાજવાબ આવે તો ?

લાવ, પહેરો મુકું આ શ્વાસો પર
મોત પહેરી નકાબ આવે તો ?

જિંદગી તો બચીને કાઢો, પણ
જન્નતોમાં શરાબ આવે તો ?

આજે બાજી બધી જીતી લેજો ,
કાલે બીજો નવાબ આવે તો?

-ફિરદૌસ દેખૈયા

Posted in મારી રચનાઓ | Tagged , , , , | Leave a comment

ફૂલ ચૂકવું

IMG-20180109-WA0046

સદભાવ આપનો,બદલમાં ફૂલ ચૂકવું
કેવી રીતે કહો,બધાંનું ઋણ ચૂકવું!

આદર અને સન્માન બધાં એટલાં મળ્યાં
કે એટલામાં મારૂં આખું કૂળ ચૂકવું

જીવનમાં જે કંઈ છે, બધી તારી છે કૃપા;
હું તો ખુદા નથી કે આમૂલ ચૂકવું.

સૌથી પ્રથમ તો માનવો મા-બાપનો કરમ
એ પ્રેમ આપતાં રહે, હું ભૂલ ચૂકવું

ચાહું કદીય એવી તો ફિતરત ન દે ખુદા
કે શૂળના બદલામાં પાછી શૂળ ચૂકવું

ફિરદૌસ દેખૈયા

Posted in મારી રચનાઓ, Uncategorized | Tagged , , , , , , , | Leave a comment

મારી સહી નથી

IMG-20180109-WA0046

 

તારી બધી વ્યથાઓ જે તેં કહી નથી,
એમ જ બધીયે મારી આંખે વહી નથી.

ક્યારેય મેં હ્રદયની ધડકન ગણી નથી,
આ જિંદગી છે, કોઈ ખાતાવહી નથી.

હું ક્યારનો વિચારૂં, ચાલે છે કેમનું?
હું આગ્રહી નથી ને તું પરગ્રહી નથી.

સંબંધ છે યથાવત,બસ ફેર એટલો-
નારાજગી હવે તો બિલકુલ રહી નથી.

જીવનના કેટલાયે એવા છે ફેંસલા,
જ્યાં સંમતિ હતી પણ મારી સહી નથી.

ફિરદૌસ દેખૈયા

 

Posted in Uncategorized | Leave a comment

ગઝલ -ઠેકાણું નથી

IMG-20180109-WA0046

 

રાતભર સપનું ય ડોકાણું નથી
આમ તો મારૂં ય ઠેકાણું નથી.

તું શચિ મૈનાક જેવી છે અસલ
ને ઉંમર મારી ય પંચાણું નથી.

આ હ્રદય તારૂં જો ટેબલ પર પડ્યું
એ હજી મારાથી વંચાણું નથી.

દોસ્ત! તારો મ્હેલ પેટીપેક છે..
શ્વાસ લેવા એક પણ કાણું નથી.

ખ્યાલ તારા જાણે કે બિટકોઈન છે!
નાણા જેવું છે, ખરું નાણું નથી.

તું ગમે તે જ્ઞાતિ કે જાતિનો હો
દોસ્ત! જનગણમન સમું ગાણું નથી.

ફિરદૌસ દેખૈયા

Posted in Uncategorized | Leave a comment

तुम्हारे साथ में

Image

तुम्हारे साथ में जीना कभी मुश्किल नहीं होता
तुम्हारे बिन कोई ज़र्रा मुझे हाँसिल नहीं होता

मेरीे हर साँस की नेअमत मेरी जाँ है तेरे सदके
नहीं था मैं, अगर मैं ही तेरी मंझिल नहीं होता

खुद ही से दूर था, ना था किसी तौहीद पर कायम
नहीं तो मैं किसी आवारा का मुकबिल नहीं होता

गज़ल के भेस में रेहती हैं कितनी वहशती परियाँ
मगर तेरी वफा सा कोई भी साहिल नहीं होता

तुम्हें बोला तो था, ईन शातिरों के मुंह नहीं लगते
तुम्हारा दिल है जो,वैसा सभी का दिल नहीं होता

 

-फिरदौस देखैया

 

 

Posted in મારી રચનાઓ | Tagged , , , , | Leave a comment

હવે બોલશો નહિ

IMG-20180109-WA0046

 

કેવાં કર્યા છે કામ, હવે બોલશો નહિ,
રાવણ હતાં કે રામ, હવે બોલશો નહિ.

શબ્દો ઉલટસુલટ કરીને છેડશો નહિ,
હું શબ્દનો ગુલામ, હવે બોલશો નહિ.

તહોમત કબૂલવાની સજા જેમને મળી,
એ નામ છે હરામ, હવે બોલશો નહિ.

એને અણી ને ધારથી રમવાનો શોખ છે.
જખ્મો મળ્યા છે આમ, હવે બોલશો નહિ.

‘ફિરદૌસ’ આ હૃદયની ઉપર તીણા છે નિશાન,
ક્યા ક્યા હતાં એ નામ, હવે બોલશો નહિ.

– ફિરદૌસ દેખૈયા

 

Posted in મારી રચનાઓ | 2 Comments

तू नहीं था

994084_515775851809467_402723882_n

 

 

 

 

 

सिर्फ जीने का था करतब , तू नहीं था
नाम ही तेरा था या रब ! तू नहीं था

उसमें दिखती थी भले ही तेरी सूरत ;
तेरी परछाई का मतलब तू नहीं था

जो कलेजा भी निकल आये तो कम था
यूँ पुकारा था तुजे, तब तू नहीं था

खल्क थी तेरी, भले इबलिस था वो,
दिल में घर कर के गया, जब तू नहीं था

इश्क ने ही तेरे दर पहुंचा दिया है ,
इश्क ही था मेरा मज़हब, तू नहीं था

फिरदौस देखैया

Posted in મારી રચનાઓ | Tagged , , , , , , , | 1 Comment

होता है ये सब

IMG-20180109-WA0046

 

मिला जुला ही होता है ये सब
नपा तुला ही होता है ये सब

दीदार कैसे बयाँ करेंगे ?
हिला-डुला ही होता है ये सब

बगैर पूछे चले ही आओ
यहाँ खुला ही होता है ये सब

ये फूल, मौसम, व उसका चेहरा
खिला खिला ही होता है ये सब

तेरी दुआ-बद्दुआ न जानूँ
मेरा भला ही होता है ये सब

फिरदौस देखैया

Posted in મારી રચનાઓ | Tagged , , , , , , , | Leave a comment

બહુ વાર લાગે છે

IMG-20180109-WA0046

ચહેરો બનાવવામાં બહુ વાર લાગે છે ;
તમને ય ધારવામાં બહુ વાર લાગે છે.

‘ઇર્શાદ’ કહીને થોડી તો ધીરજ ધરી શકો-
આ દિલને ખોલવામાં બહુ વાર લાગે છે.

વિખરાયેલી સુગંધ, ભીનો સ્પર્શ, તારી યાદ,
સઘળું સમેટવામાં બહુ વાર લાગે છે.

ધારો તો એક પળમાં ઉભા થાય દુશ્મનો
બસ, મિત્ર શોધવામાં બહુ વાર લાગે છે.

એ તથ્ય છે કે યાદને હોતું નથી વજન;
એને ખસેડવામાં બહુ વાર લાગે છે.

ડૉ.ફિરદૌસ દેખૈયા

 

Posted in મારી રચનાઓ | 1 Comment

गज़लें बयाँ होती हैं

32628_368112763298717_1599099028_n

 

 

 

 

 

 

 

 

 

गुलों से तितली जुदा होती है
तभी तो गज़लें बयाँ होती हैं

तमाम उम्र तेरा हिज्र रहा
क्या यही रस्मे वफ़ा होती है ?

तू आ के चूमे मेरी पेशानी
ये आरजू बरपा होती है

गिटार जब भी मैं बजाता हूँ
वो दास्ताँ भी जवाँ होती है

लो, फीकी पड़ गई है अबके शफक
तेरे बगैर सुबह होती है

फिरदौस

Posted in મારી રચનાઓ | Leave a comment