ભરી મહેફિલ વચાળે કેટલો છલકાઈ જાઉં છું;
મુહબ્બત દોસ્તોની, કે પૂરો પીવાઈ જાઉં છું.
મનોબળ આમ તો મારું ઘણું મજબૂત છે સાકી!
ફકત આ જામ જોઇને જરા લલચાઇ જાઉં છું.
સભામાં સાચવી બેસું બરાબર બા-અદબ થઈને;
જરા આ આંખ ફરકે ને તરત પરખાઈ જાઉં છું.
ઠસોઠસ લાગણી રાખી ભરી દિલની પિયાલીમાં;
તમારો હાથ અડકે ને તરત ઢોળાઇ જાઉં છું.
પગરખે ધૂળ લાગી છે ઘણીયે મસ્જિદો કેરી
સમીસાંજે અચાનક આ તરફ ખેંચાઇ જાઉં છું.
ફિરદૌસ દેખૈયા
Advertisements
ડૉ. ફીરદૌસભાઇ,
ખુબ જ સરસ બ્લોગ છે… સુંદર કાર્ય…
સરસ ગઝલ, સરસ કવીતા, સજીવ છાયાને પણ માણી…
ખૂબ ખૂબ અભિનંદન!!!!!!
ગોવીન્દ મારુ
http://govindmaru.wordpress.com/
ડૉ. ફીરદૌસભાઇ,
ખુબ જ સરસ બ્લોગ છે સરસ ગઝલ, સરસ કવીતા
ખૂબ ખૂબ અભિનંદન!
neha trivedi(bhavnagar) ilead(umeed)
ખુબ સુંદર પ્રસ્તુતિ . આશા છે આપના લખાણો વધુ ને વધુ તાર્કિક રહે. આપ આપના બ્લોગ થકી ગુજરાતી ભાષાનો જે આહલેક જગાવી રહ્યા છો તેજ કામ પ્રતિલિપિ ( Students of FMS, Delhi (MBA)& Bits Pilani (M.Tech)) ભારતની લગભગ બધી જ ભાષાઓ માટે કરવાનું ભગીરથ કાર્ય કરી રહી છે. એક મહિનાનાટૂંકા ગાળામાં અમે હિન્દી , ગુજરાતી અને તમિલ ભાષાઓની શરૂઆત કરી દીધી છે. અમે આપ જેવા કુશળ અને બુદ્ધિમાન બ્લોગર્સને ફ્રી microsites આપી રહ્યા છીએ અને દરેક ભાષાકીય પ્રતિમાઓને એક મંચ પર જોડી રહ્યા છીએ.
આપને જણાવતા ગર્વ અનુભવું છુ કે 14મી સપ્ટેમ્બરના રોજ પ્રતિલિપિના Beta versionનું સફળ લૌંચ થઇ ચુક્યું છે. 1000 જેટલા ક્લાસિક તથા recently published પુસ્તકો, વાર્તાઓ અને કવિતાઓ ( હિન્દી તથા ગુજરાતી ભાષા ) તદ્દન નિઃશુલ્ક આપ વાંચી શકો છો. આપ આપના સાહિત્યને નિઃશુલ્ક પ્રકાશિત પણ કરાવી શકો છો. તદુપરાંત આપ પ્રકાશિત રચનાઓનું વેચાણ પણ પ્રતિલિપિના માધ્યમથી કરી શકો છો. હાલમાં પ્રતિલિપિ સાથે 200થી વધુ બ્લોગર્સ ( ફક્ત ગુજરાતી ) અને 500+ auhtors જોડાઈ ચુક્યા છે.
હું આપને જોડાવા અને મુલાકાત લેવા આમંત્રિત કરું છુ. http://www.pratilipi.com